22+ Sad Quotes in Gujarati for Instagram

નમસ્કાર મિત્રો! જ્યારે વિતેલા જીવનની અમુક ક્ષણ યાદ આવે ત્યારે આંખમાંથી આંસુની ધારા વહી જાય છે, તેવી યાદોને શબ્દોમાં ગુથતાં તેને Sad Quotes in Gujarati રૂપી આર્ટિકલથી અહીં વર્ણવેલ છે. માણસોની બદલે ક્યારેક આવા Sad Gujarati Quotes પણ આપણો સહારો બનીને પાસે બેઠાં હોય તેવું જણાય છે.

અમને ખાતરી છે કે અહીં અંકિત કરેલા પહેલેથી અંત સુધીના બધા જ Sad Life Quotes in Gujarati ને તમે સરળતાથી તમારા જીવન સાથે સરખાવી શકશો. નીચે રહેલા Sad Gujarati Quotes માંથી કોઈપણ મનપસંદ દુઃખી સુવિચારને એવા લોકો સાથે Share કરો કે જેણે તમારા કઠોર સમયમાં સાથ આપ્યો હતો ને તમારો તે સમય નિહળેલ હતો.

Sad Quotes in Gujarati for Instagram
Sad Quotes in Gujarati for Instagram
મને છોડ્યા પછી પણ તને કહું છું કે હજુ મારી કદર કરીલે, હું બીજા બધાની જેમ બધા સાથે ગળે મળવાવાળો નથી.
એટલો દુઃખી છું કે શબ્દો મનમાં આવતાની સાથે જ આસુ આવી જાય છે કે હજુ તે મને સમજી લે, સંભાળી લે અને અપનાવી લે.
મન તો કપડું નથી છતાં પણ રોજે મેલું થઈ જાય છે, આ જીવન સાચવીને જીવજો કારણ કે અહીં તો જેટલા ગ્રહો નથી નડતા તેટલા માણસો નડીને દુઃખી કરી જાય છે.
મેં તો તને મારી સુરક્ષિત જગ્યા સમજીને દિલ આપી દીધું હતું, પણ મારું દિલ તો કાચનું બનેલું નહોતું, છતાં પણ તે તોડી નાખ્યું.
ક્યારેક ક્યારેક દુઃખ પણ મારા માટે હદ વટાવી દે છે છતાં પણ હું સ્થિર રહુ છુ, તો આ લોકો વિચારે છે કે આને કંઈ ફરક જ નથી પડતો.
એક તરફ મતલબી દુનિયા તો પહેલેથી જ હતી પણ હવે તો બીજી તરફ તારી નિઃસ્વાર્થી જિંદગી સ્વાર્થી થઈ ગઈ છે. તે તો મને ખરેખર જીવનના અડધા રસ્તે નાલાયક કરીને જ છોડ્યો હો.

Sad Quotes in Gujarati on Life

Sad Quotes in Gujarati on Life
Sad Quotes in Gujarati on Life
પહેલા મારો જ છો એમ કહ્યું પછી મને છોડી દીધો અને હવે તું મને જમાનામાં ન શોધ કારણ કે મેં જમાનાને જ છોડી દીધો છે.
આવું ફક્ત મેં જ નહિં પણ આપણને જે જાણતાં હતા તેમણે પણ નહોતું વિચાર્યું કે તું મને એક દિવસ અજાણ્યો કરી દઈશ.
દિલ તૂટ્યા પછી બીજા સાથે દિલ મેળવવાનું છોડી દીધું છે. તને દૂર રહીને ક્યાં ખબર છે, કે મેં વાસ્તવમાં હસવાનું જ છોડી દીધું છે.
હવે તો હું કારણ વગર જ થોડુક હસી લઉ છું, કારણ કે હું જાણું છું કે હવે મને હસાવવાવાળુ કોઈક બીજાને હસાવા લાગ્યું છે.
હું તો સારા બનવા માટે કોશિશ કર્યાં જ રાખું છું અને દુનિયા મારા સારાપણાનો પણ લાભ લીધા જ કરે છે.
તમને લાગતું કે હશે કે તમે તેની પાછળ ભાગ્યા કરશો એટલે તે તમને પ્રાપ્ત થઈ જ જશે પરંતુ આવું કરવાથી તમે તે વ્યક્તિની સામે તમારી જ અહેમિયત ખોઈ બેસો છો.

Gujarati sad Quotes

Gujarati sad Quotes
Gujarati sad Quotes
તારી સાથે બેસીને આપણે સપના તો કેટલાયે જોયા હતા પણ મને ક્યાં ખબર હતી કે મને સપનાની સાથે સાથે તું પણ એકદિવસ દગો આપીને જતી જ રહેવાની છો.
હવે તો ખરેખર જિંદગીથી કંટાળ્યો છું, હું કોને કહેવા જાવ.. કારણ કે જેને કહેવાથી ફર્ક પડતો હતો તે જ હવે મારી અમુક ભૂલોને લીધે મારું કંઈ સાંભળતા નથી ને મને કંઈ કહેતા નથી.
મારું મન ખરેખર બહુ જ કોમળ છે, તું જેમ કહે તેમ જ કરતું હતું પણ આજે તું નથી એટલે એ પણ કંઈ કરવા સમર્થ નથી.
અનહદ પ્રેમ અને અઢળક વાતોથી લઈને અત્યારે એકલપણાંનો શિકાર થઈ ગયો છું, હવે તો તું કંઇક સમજ…
દરરોજ ચહેરાઓ તો હજાર નજર સામે આવે છે, તે મને છોડી દીધો છતાં પણ હજુ બધા ચહેરાઓમાં તારો જ ચહેરો નજર આવે છે.
સવારે આંખ ખુલતા જ તારી યાદ આવતી ને ફોનમાં તારો શુભ સવારનો મેસેજ જોવા ટેવાયેલો હતો પણ આજે ફર્ક એટલો છે કે તારો મેસેજ નથી બસ…
કોઈને હદથી વધુ પ્રેમ કરવાની ભૂલ ક્યારેય ન કરતાં કારણ કે તે જ લોકો તમને સૌથી વધુ નાખુશ, નિરાશ અને બેરોજગાર બનાવી જાય છે.

Sad Life Quotes in Gujarati

Sad Life Quotes in Gujarati
Sad Life Quotes in Gujarati
જ્યારે તમે એકલા રડતા હશો ને ત્યારે સવાલ તો તમારા જ હશે અને જવાબ પણ તમારા જ હશે.
રાહ તો ફક્ત એક બહાનાની જ હોય છે પછી તે સાથ નિભાવવા માટે હોય કે પછી સાથ છોડવા માટે.
હું જીંદગીમાં એવી જગ્યાએ આવી ગયો છું ને કે હવે તેના ફાયદાની બાબતો સાબિત કરીને થાક્યો એટલે મૌનને વધુ મહત્વ આપી બેઠો છું.
જો આંખમાંથી આંસુની અવિરત ધારા વહેવા માત્રથી જ સંબંધ સુધારી જતો હોત તો આજે મારાથી વધુ ગાઢ સંબંધ તેની સાથે કોઈનો ન હોત.
જે વ્યક્તિ ક્યારેય તમારું દર્દ સમજી શકતું નથી તેને તમે કંઈ રીતે હમદર્દ કહી શકો. આના પરથી તો હમદર્દ શબ્દને શરમ આવે છે.
મેં તને જેટલી ખુશીઓ આપી છે, તે મને તેટલા જ દુઃખ આપ્યા છે. હવે તો ખરેખર તને તારા પર શરમ આવવી જોઈએ કે બીજાને કેટલાં હેરાન કરીશ.
બસ ને બધું જ વિસરાઈ ગયું ને કે તું સૂતી હતી ત્યારે પણ તને જોયા જ કરતો હતો, ઊંઘ તો મને પણ આવતી જ હતી. હવે તો તું મારી જિંદગીમાંથી સૂઈ ગઈ છો, પણ મારી ઊંઘ તો હવે તે બગાડી જ નાખી ને હે!

Sad Gujarati Quotes

Sad Gujarati Quotes
Sad Gujarati Quotes
જેણે મને પહેલા કેટલીયે વખત એવું કહેલું હતું કે તું જેવો છો એવો મારો છો, તે જ અત્યારે હજારો ભુલ કાઢીને બધા લોકોને સંભળાવતા નજરે તરે છે, અને બીજા અમુક લોકોના દુર્ગુણોને પણ તે હરખથી સ્વીકારે છે, ભાઈ ભાઈ!
આજે તારા માટે હું અવગણીત થઈ ગયો કારણ કે તું મને જ્યારે પ્રેમ કરતી હતી ત્યારે તને કહેવાનું રહી ગયું કે "પ્રેમ હોય ત્યાં અભિમાન ન હોય અને અભિમાન હોય ત્યાં પ્રેમ ન હોય".
તને મેળવ્યા પછી બીજા કોઈ સાથે હાથ પણ નથી મિલાવ્યો, પણ મને ક્યાં ખબર હતી કે તું બીજા બધાના હાથ પર બેસી રહીને મારી સાથે તો મસ્તી કરતી હતી.
જો મારો પ્રેમ પણ તને અત્યારે અધૂરો પડ્યો એટલે બીજે ટૂંકા આકર્ષણથી મોઢા મારસ ને, પણ યાદ રાખજે કે મારા પ્રેમની કદર તને ન થઈ એટલે હવે આ દુનિયામાં કોઈની પાસે એટલી તાકાત નથી કે તને સહન કરીને મારા જેવો અઢળક પ્રેમ આપી શકે.
વાંક તો મારો જ હતો કે મેં તને મારા માતા પિતા સમાન દરજ્જો આપી દિધો હતો, પણ મને ક્યાં ખબર હતી કે તારા માટે તો હું ટાઇમ પાસ જ હતો.
તારી બધી જરૂરિયાતો મેં પૂરી કરી, તારા બધા સપના મેં પૂરા કર્યા, તારા બધા નખરા મેં ઉઠાવ્યા, તને તારાથી પણ વધુ આંખ મીચીને પ્રેમ કર્યો, તારી રુહ સુધી મેં સુકુન પણ પહોંચાડ્યું અને તે મને ચાર વર્ષના અંતે હસતાં હસતાં શું કીધું ? કે મને હવે મારો નવો પાર્ટનર મળી ગયો છે, તું તારું ધ્યાન રાખજે.
જીવથી પણ વધુ તને પ્રેમ કર્યો હતો, લાગણી પણ શરમાઈ જાય તેટલી લાગણી તારા પ્રત્યે દાખવી હતી, તારા માટે કેટલાયે નકોરડા ઉપવાસ પણ કર્યાં હતા અને તે મારા માટે અંતે શું કર્યું ? બસ મને મૂકીને બીજાં સાથે આ બધું હસતાં હસતાં કરવા લાગી.

ઉપરોક્ત Sad Love Quotes in Gujarati વિશે સંપૂર્ણ આર્ટિકલ વાંચીને તમને પણ આંતરિક રીતે બધા જ દુઃખોના ટોપલાથી હળવા થઈ ગયા હશો. અહીં રહેલા Sad Status in Gujarati Quotes ને ઝડપથી તમારા મિત્રો તથા સગા – સમનબંધીઓને share કરો તથા તમારા Instagram Bio માં Sad Gujarati Quotes અંકિત કરો. સંપૂર્ણ આર્ટિકલને ખૂબ જ બારીકાઈથી વાંચવા તેમજ સમજવા બદલ હૃદયનાં અંતઃકરણથી આપનો ખૂબ ખુબ આભાર!

Leave a Comment